મને અજવાળે તિમિરનો ભાસ છે
તો પણ મારા અંતરમાં ઉજાસ છે
જગાવી રહ્યો મનના દરેક સંશયને
તો પણ કઈ કરી જવાની આસ છે
અવધારણા બાંધેલી ભરી ઘણી છે
મને સમજાવતું કોઈ આસપાસ છે
દિલના નિર્ણય માનભર માણું હું છું
દિલની નજીક રહેનારા જ ખાસ છે
એમનો ઉપકાર ઘણો માનું છું એટલે
માથે એજ હાથનો કઈ અહેસાસ છે
-પીયૂષ કુંડલીયા