આજે શહેર બન્યા જંગલ સમાં સુના,
ને જંગલ જેવા ગામ બન્યા સજીવન.
આ વાયરસ છે કે, ઈશ્વરની કૃપા કોઈ,
ઘરડા માં-બાપ સંગ બેઠો એનો સપૂત.
શહેર તણી લાલચ હતી પત્ની ની કદી,
બધું મૂકી દોડી આવ્યા તે ગામડા તણી.
હવે ગમશે,ફાવશે,ચાલશે - શીખી ગયા,
કુદરતે અહીં ભલ-ભલાનેય સીધાં કર્યા.
પહેલા માણસો ઈશ્વરથી જ ડરતા હતા,
આજે એજ માણસ વાયરસ થી ડરે છે.
લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૧૬ /૦૪/૨૦૨૦
સમય:- ૦૩.૦૩
#જંગલી