માણસ જન્મે ને પછી મરણ પામે આ બંનેય વચ્ચેનો જે ગાળો છે તેને જીંદગી કહેવાયછે
કોઇની પુરી જીંદગી સુખમય જતી હોયછે તો કોઇની પુરી જીંદગી દુખમય જતી હોયછે પણ એ બંનેનો આધાર માણસના કર્મ ને તેના નસીબ ઉપર રહેલો હોયછે.
જે જન્મે છે તેનું મૃત્યુ નકકી જ હોયછે કોઇ આજે ચાલ્યુ જાયછે તો કોઇ કાલે ચાલ્યુ જશે!
ઘણા વરસ પછી આજ કોઇની સ્મશાનયાત્રામાં જવાનું થયું...
સ્મશાનમાં એક અદ્ભુત નજારો હતો પુરી શાન્તિ, સામસામે ચોફેર અલગ અલગ ભગવાનોની મુર્તિઓ હતી આગળ એક મોટો પ્રવેશદ્વાર પણ હતો તેના ઉપર લખેલુ હતું સૈનુ અંતિમ ધામ..
એટલે તમારી જીંદગી અહીં સમાપ્ત વાંચી ને થોડોક વિચાર પણ આવ્યો કે આજે હું કોઇની સ્મશાન ક્રીયામાં આવ્યો છું તો કોઇ એક દિવસ મારી સ્મશાન ક્રિયામાં પણ લોકો અહીંયા આવશે...આ એક ચક્ર છે તે તો હમેશા ચાલ્યા જ કરવાનું છે.
ઘણા વરસો પહેલા મારી લાડકી દિકરીનો દેહાન્ત થયો હતો ત્યારે હું તેને લઇ ને આ જ સ્મશાનમાં આવ્યો હતો ને જે જગ્યાએ અમે તેના અગ્ની સંસ્કાર કરેલા તે જગ્યા જોઇને મારુ માથુ એકાએક તેને યાદ કરીને નમી ગયું...
તે બારમા ધોરણમાં ભણતી હતી ને તે સમયે બોર્ડની પરીક્ષા ચાલી રહી હતી અચાનક બે પેપર આપ્યા પછી તેને એકદમ નિમોનીયા થઈ ગયો તાવ, ઉદરસ શરદી જરાય મટે નહી માટે અમે મોટા દવાખાનામાં દાખલ કરી એક અઠવાડીયું આઇ સી યુ માં રાખી પણ કોઇ જ ફરક નહી કદાચ તેનુ આયુષ્ય ઝાઝુ લખેલુ નહી હોય ને એક સવારે પરીક્ષા બે પેપર આપ્યા પછી તે કાયમ માટે અમને છોડીને ચાલી ગઇ...
આજે માણસની જીંદગીની કોઇ જ કિંમત નથી પહેલાના સમયમાં જો માણસ મરી જાય તો ઘરના લોકો કેટલાય દિવસો સુધી તેને યાદ કર્યા કરે ને કેટલાય દિવસો સુધી જમે પણ નહી ને આજે તો લોકો બે દિવસ પછી મરનારને યાદ પણ કરતું નથી...!
બસ ઘરમાં એક તેમનો નાનો ફોટો બનાવીને ભીંતે મુકી દે, વરસ પછી આવતી દિવાળીની સફાઇમાં તે ફોટો ફરી ભીંત ઉપર લગાવવાનું પણ ભુલી જાયછે.
ખરેખર પહેલા લોકોમાં ઘણો જ પ્રેમભાવ હતો, એક અતુટ લાગણીઓ રહેતી હતી આજે લોકો માત્ર ને માત્ર સૈ પૈસાના પ્રેમીઓ જ બની ગયા છે!