કોરોના વાયરસ
કોઈ એક ની ભુલ કે ચુક નું પરીણામ આજે આખું વીશ્વ સહન કરી રહ્યું છે,
ટેકનોલોજી તથા સતા ની આંધળી દોટમાં અગ્રેસીવ રહેવા માણસ આગળ પાછળ કંઈ વિચારતો નથી, તે કહેવત કદાચ અહીંયા સાર્થક થઈ રહી છે,
લોકો જીવન માટે નવી નવી રીતો અપનાવી રહી છે, ના ટેકનોલોજી કામ આવી રહી છે ના બીજું કાંઈ, વિશ્વમાં કયારેય ન જોયા એવા દ્રષ્યો સર્જાઈ રહ્યાં છે, જયા માનવ મહેરામણ થી શહેરો કે સ્થળો ઉભરાતા હતા ત્યા સુમસાન સન્નાટો છે, રોડ રસ્તા ધર્મ સ્થળો, ફેકટરી બજારો, ઊધોગો બધું બંધ, માણસ ઘરમાં રહેવા મજબુર અને લાચાર બન્યો,
વશુધેવકુટુમ્બકમ કે વીશ્વ એક કુટુંબનું શુત્ર આજે સાર્થક બની રહ્યું છે,આજે નાત જાત ધર્મ છોડી આખું વીશ્વ એક બની આ મહામારીને ડામવા એક શુર થઈ એકબીજાને મદદ કરી સૈનીક ની જેમ મહામારી સામે લડીરહ્યું છે,
જીંદગી માટે ની આશ લગાવી આ ભયાનક રાક્ષસ સામે નાના બાળકોથી વુધ્ધો શીખ જીવન અને મુત્યુની આ જંગમાં આજે લડી રહ્યા છે, આત્મ વીશ્વાસ જીવવાની આશ અને રોગ પ્રતિકારક શક્તી વધારી આજે કેટલાય માનવીઓ આ જંગ જીતી રહ્યા છે, તો કેટલાય નાના મોટા આ કાળનો કોળિયો બની રહ્યા છે.
નથી દેખતો કાળ સમય કે નથી દેખતો ગરીબ અમીર કે નથી કરતો શરમ આ કોઈ નાના મોટા ની કે નથી તેને આવતી દયા કોઈની, કોઈએ મા બાપ કોઈએ ભાઈ કે બહેન તો કોઈએ જીવન સાથી, કોઈએ જીવનનો આધાર તો કોઈએ ખોળાનો ખુદનાર ખોયો, કોઈએ પોતાનો આગેવાન ખોયો કોઈએ ખોયો સેવા કરનાર આ ધરાપરના ભગવાન.
આવા કપરા સમય મા, માઁ ભોમના સાચા રક્ષક મરજીવાની જેમ મોતની પરવાહ કર્યાં વીના દીવસ રાત સેવા કરી રહ્યા છે તો લોકોને શાંતવન આપી રહ્યાં છે, તો આ ધરા હંમેશા શુરા નરને જન્મઆપતી રહી છે, કહ્યું છે કે જનની જણે તો ત્રણ નર જણજે કા દાનવીર કા શુરવીર કા સંત, તે વાતને સાર્થક કરવા આજે દયા કરુણા મમતા જગાવનાર એ દાનવીરો બહાર આવ્યા છે અને બને તેટલું લોકોનું કષ્ટ કાપી રહ્યા છે, કોઈ અન્ન કોઈ દવા કોઈ ધન જે બને તે મદદ આપવા કોણ બાળક કોણ યુવાન કોણ વડીલ બધા હાથ લંબાવવા સામે આવી રહ્યા છે.
અને જીવન માટે તડપતા ડરેલા માણસો કોઈ અન્ન માટે કોઈ દવા માટે કોઈ રક્ષણમાટે આમથી તેમ વલખા મારી રહ્યા છે.કહેવાય છે સરકાર મા બાપ કહેવાય એ અર્થ ને દરેક દેશની સરકાર તેમની પ્રજા માટે ઉદાર હાથે ખડે પગે સેવા અને સહકાર આપી રહી છે,
ટેકનોલોજીના યુગમાં માનવે પોતાના સ્વાર્થ માટે પ્રકૃતીસાથે જાણે અજાણે છેડતી કરેલ જેના કારણે ગ્લોબલવોરમીગ સર્જાઈ ઋતુ પરીવર્તન બે ઋતૂ વરસાદ કાળઝાળ ગરમી હવા પાણી અને જમીનનું પ્રદૃષણ માત્ર પશું પક્ષી જ નહી માણસ પણ તેનો સીકાર બનેલ, પરંતું પ્રકૃતી એ જાણે માણસો પર લોક ડાઉન લાવી માણસોને તેની ભુલ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, હવા ચોખ્ખી થઈ રહી છે,નદીઓ નીર્મળ અને પાણી ચોખ્ખા અને શુધ્ધ થઈ રહ્યા છે.
પરીણામે લોકોનું સ્વાસ્થય પણ સુધરી રહ્યું છે,કે પછી કોરોનાના આ વાયરસ ના ત્રાસમા બીજા રોગો પણ જાણે નજરે ઓછા ચડી રહ્યા છે.
આ મહામારીના આ પ્રકોપે આપણને માનવતા ભાઈ ચારો દયા કરુણા મમતા ક્ષમા અને એકબીજાને મદદ રુપ કેવી રીતે થવું ના સદગુણો સાથે પ્રકૃતિ ની સંભાળની શીખ આપી, વીજ્ઞાનના સદઉપયોગ ની તો પ્રકૃતીસાથે છેડછાડના પરીણામ ની શીખ આપી છે.