.(... કોરોનાના સંકટ સમયે દર્દીઓની સેવા કરવામાં જાતને હોડમાં મૂકનાર નર્સ તથા ડોક્ટર્સ પરિવારને સમર્પિત...)
..... જીવન વરદાયિની......
મેં અજબ માનવની દુનિયા જોઈ,
સફેદ વાઘાની ક્યારી જોઈ.
દર્દ નીતરતા માનવો વચ્ચે,
હસતી રમતી ફૂલવાડી જોઈ.
અધવચ લટકતી જીવાદોરી પર,
જીર્ણ હાલતમાં જીંદગી જોઈ.
મરી પરવારેલી માનવતાને, ખૂણે
ખણ ખણકતી દુવા જોઈ.
સ્વ ના દુઃખને ભુલાવી દઈને ક્યાંક,
પગમાં અટવાતી મોસમ જોઈ.
નર્સ નથી આ જોગમાયા સમી છે,
દયાની દેવીને આજ દોડતી જોઈ.
..... અશોક પટેલ...તેનપુર....