#અકથિત લાગણીઓ
બોલને શુ વાત છે..?
રાજ સમક્ષ તુજ અકથીત લાગણીમાં
બોલને શું વાત છે..?
કેમ આવ્યા નહિ આજ ગલી માં..
બોલને શુ વાત છે..?
કોઈ રહી ગયી કમી મુજ પ્રેમ માં..
બોલને શુ વાત છે..?
આંખો મારી થાકી તુજ રાહમાં..
બોલને શુ વાત છે..?
મન થયું ઉદાસ મુજ એકાંત માં..
બોલને શુ વાત છે..?
ના નજરો મળી તુજ એ સાંજમાં..
બોલને શુ વાત છે..?
કોઈ થયી છે ભૂલ મુજ વ્યવહારમાં..
બોલને શુ વાત છે..?
થયું છે શું એવું તુજને આજકાલમાં..
બોલને શુ વાત છે..?
મન મુંજાયુંછે શેનું તુજ પ્રશ્નનાર્થમાં..
બોલને શુ વાત છે..?
આ અશ્રુઓ વરસી છે તુંજ વિરહમાં
બોલને શુ વાત છે..?
કાઈ માઠું લાગ્યું "ભાવુ" મુજ વેણમાં..
બોલને શુ વાત છે..?
નહીં રહે પછી કોઈ હર્ષ તુજ નેણમાં..
બોલને શુ વાત છે..?
હું પૂછું છું વ્હાલમ તને વાતવાતમાં..
ભાવના જાદવ(ભાવુ)