હવે દિલ જેવું કંઈ છે કે નહી પ્રભુ જાણે,
છતા દુનિયા કેમ વેરણ? પ્રભુ જાણે.
ધડકતુ દિલ હકીકતમાં છે બીકણ?પ્રભુ જાણે,
અચેતનમાં પણ હોય ચેતનાનું કણ?પ્રભુ જાણે.
હ્રદયને લાગણીશીલતાથી પડ્યો છે ડણ?પ્રભુ જાણે,
પડે એનાથી શ્વાસ લેતા અડચણ?પ્રભુ જાણે.
સ્મરણ પણ ન રહે મૃત્યુ પછી જગમાં,
શું હશે વિસ્મૃતિ જ તારણ? પ્રભુ જાણે.
પામો તમે ગમે તેટલું જવુ પડે સ્મશાન આખરે,
છે કોડીયુ કે દિલનું ખાપણ?પ્રભુ જાણે.
જાણવું તો પડે છે જ્ઞાનીઓને પણ,
ઢળે અંતવેળા પડદો કે પાંપણ?પ્રભુ જાણે.
#લાગણીશીલ