ચા થી ચાહ સુધી
દૂધ જેવી, શ્વેત અને સુંદર તુ,
જોઇને પાણી પાણી થઈ જઉ હું,
ખાંડ જેવી મીઠડી તુ
અને ચા જેવો નશો મારો,
પ્રેમની ઉષ્મામાં મળિએ જ્યારે આપણે
ઓગળી જાય અસ્તિત્વ આપણું ,
જિંદગી જેટલી સળગાવસે આપણને તકલીફોથી
ફેલાશે તેટલીજ આપણા પ્રેમની મહેક...
બસ શરુ થાય હર એક સવાર ચા થી
અને જિંદગી પુરી થાય તારી ચાહત થી
#priten 'screation#