બ્રહ્મ સત્ય
શ્રી વરીષ્ઠ રુષી એ શ્રી રામને જ્ઞાન આપતા કહ્યું કે તમારે જો વીશ્વ ને સમજવું હોય તો, હુ ને ભૂલવું પડશે, જો તટસ્થ ન્યાય આપવો હશે તો પણ હું ને છોડવો પડશે, એટલે કે તેમણે શ્રી રામને કહ્યું કે થોડી વાર ભુલી જાઓ કે તમે રામ છો , તમારે અને રામ ને કાઈ લેવા દેવા નથી, રામ એક અલગ વ્યકતી છે જેમ બધા બીજા છે તેમ રામ છે, આવી રીતે રામ ને અને દુનીયાને સમજવા પહેલા આપણે ખુદને ભુલી પછી વિચારવું પડે તોજ સત્યને આપણે સમજી શકીએ, નહીતર પોતાના પ્રત્યેનો પ્રેમ તમને સત્ય તેજ બતાવશે જે તમને ગમતું હશે..
જે તટસ્થ કે સત્ય નહી હોય,
આ બ્રહમ સત્ય ને સમજવા વશીષ્ઠ રુષી પોતાને અને શ્રી રામને યોગ નિદ્રા માં મુકી બન્નેના આત્માને ધરતી થી ઉપર લઈ ગયા અને સમજાયું કે શ્રી રામ અને વશીષ્ઠ નીચે યોગ નિદ્રા માં બેઠા છે આપણે આ બધાનો ભેદ સમજવાનો છે.