આજ રવિવાર નિત્ય નિયમ પ્રમાણે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલ પોતાની મનકી બાતમાં પ્રથમ તેમને જનતાની માફી માંગી હતી..👏
કહયું કે મારા દેશના નાગરીકો આજ સુધી લોકડાઉનના કારણે તમને જે કંઈ મુશ્કેલીઓ કે તકલીફો પડી હોય તે બદલ આપ સૈની હું માફી માગું છું...🙏
તેમને કહ્યુ કે આ વિશાળ ભારતની એકસોને ત્રીસ કરોડ વસ્તી વાળા દેશ માટે લોકડાઉન કરવું સરકાર માટે જરુરી ને અનિવાર્ય હતું, કારણકે આજે આખી દુનીયાના દેશોમાં કોરોના વાઇરસ જે પ્રકારે દોડ મુકીને લોકોના જીવ લઇ રહ્યો છે તે જોતા આપણા દેશની વસ્તીને ધ્યાનમાં લઈને આ લોકડાઉન કરવાની ફરજ પડી હતી, જેથી આપણી આટલી મોટી વસ્તીને આ ભયંકર કોરોના વાયરસ ભરખી ના જાય..છતાય હજી ઘણા લોકો આ વાયરસને મન ઉપર સરખુ ધ્યાન આપતા નથી ને તેઓ ગમે તેમ કારણ વગર રોડ ઉપર આવન જાવન કરતા હોયછે તેમને મારે એટલું જ કહેવાનું કે તમે આ વાયરસને ગંભીરતાથી લો ને તેમજ સરકારના (144) કાયદાનું પાલન કરો નહી તો તમારો નીકળેલો (ઘરની બહાર) એક પગ તમને તેમજ તમારા સારા કુટુંબને પાયમાલ કરી દેશે. અંતે તેમને ડોક્ટર નર્સ પોલીસ સ્ટાફ તેમજ આવા સમયે સૈ કોઇ માનવતાને ધ્યાનમા લઇ ને કામ કરતી સંસ્થાઓ તેમજ તેમના માણસોનો ર્હદય પૂર્વક આભાર વ્યકત કર્યો હતો.
(સૈ કોઇ ઘરમાં રહો, સલામત રહો, ને તમારા પરિવારને પણ આ વાયરસથી બચાવો.)