આજે દુનિયામાં ફેલાતો કોઇપણ રોગ, બિમારી, કે વાયરસ હોય તે આમ જ ફેલાતો નથી...
તે એક દેશમાથી બીજા દેશમાં અવરજવરથી આવતો હોયછે પછી આમાં નિર્દોષ લોકો તેના સંપર્કમાં આવવાથી તે વધુ ને વધુ ફેલાતો જાયછે. એટલે કે એકને થયો હોય તેના પછી તે બીજાને ચેપ આપે ને બીજો ત્રીજાને આપે...
આમ ત્યારબાદ વાયરસ અનેક ઘણો વધતો હોયછે ને જો તે વધે પછી અટકવાનું નામ નથી લેતો બસ રોજબરોજ વધતો જ જાયછે.
પાછલા બે મહિનામાં કુલ પંદર લાખ વિદેશી લોકો ભારત આવ્યા હતા કોઇ લગ્ન અર્થે આવ્યા હતા તો કોઇ રજાઓમાં આવ્યા તો કોઇ ફરવા માટે આવ્યા હતા આ બધા જ પંદર વીસ કે મહિનો જેવું રોકાઇને પરત ફર્યા હતા
ત્યારે કોઇને ખબર ના હતી કે આ કોરોના વાયરસ ભારતમાં એક દિવસ પગપેસારો કરશે ને પછી તે ખુબજ ભયંકર પરિસ્થિતિ લાવશે.ઘણા વિદેશીઓમાં આ કોરોના વાયરસના થોડાઘણા તો અંશો હતા પણ તે સમયે એરપોર્ટ ઉપર એવું કોઇપણ જાતનું બોડી ચેકીંગ હતું નહી!
કહેવાનો પર્યાય એટલો જ છે જો આપણે તે સમયે જ એરપોર્ટ ઉપર આવતા જતા મુસાફરોને બોડી ચેકઅપ કર્યુ હોત તો આજે દેશમાં જે કોરોના વાઇરસની મહામારી ઉભી થઈ છે તે ના થાત અને જો થાત તો થોડાક અંશે જ હોત.
હવે ભાગેલા ઘોડા પછી તબેલે તાળાં મારવાનો શો અર્થ!
આમાં લાચાર, નિર્દોષ, ગરીબ એટલે કે દરેક વર્ગ આ યાતનાનો ભોગ બની રહ્યા છે,
ના કોઇ લેવા દેવા સાથે!!!