ગોમડે રે હાલો ગોમડે રે
ઓયલો કોરોનાસુર આયવો આ સેરમા રે
મફત મળશે બકાલુ આપડે ગામડે રે
નહી મળે દુધ છાશ આ સેરમા રે
ઓયલો અસુર જીવ ખાસે આ સેરમા રે
ગોમડે રે હાલો ગોમડે રે
આસરો દેશે આપડુ એ ગામડુ રે
દિલ દયા ભયરી છે ગામલોકમા રે
ભાયુ માવતરની છાંય મળશે ગોમડે રે
ગોમડે રે હાલો ગોમડે રે
તમે અસુર નઈ લાવતા અમાર ગામડે રે
માવતર મેલી ભાયગા'તા સેરમા રે
હવે આસરો દેશે એ તો ગામડે રે
ગોમડે રે હાલો ગોમડે રે
ગામડુ સમજાય નહી સેરના તોરમા રે
અસુર આવે જ્યારે મોટા સેરમા રે
ગામ આવીને લોક રે' લેરમા રે
ગોમડે રે હાલો ગોમડે રે
તેજલ વઘાસીયા
સુરતમાંથી ઘણા લોકો ઉતાવળા થઈ ને પગપાળા ચાલતા થઈ ગયા છે એને અનુલક્ષીને આ ગીત રચ્યું છે
જય શ્રી કૃષ્ણ
જય ભારત જય હિન્દ