પામવા તને હું મથતી રહી સદા હે કૃષ્ણ,
સ્વયં ને ભૂલી તારી યાદમાં, ઝૂરતી રહી હે કૃષ્ણ
તું ના આવ્યો રૂબરૂ થવા, તો હું હારી સઘળું હે કૃષ્ણ
નિત્ય તારાથી અલગ, તારામાં રહું છું હે કૃષ્ણ
આખરે ભૂલ સમજાઈ મને, મારી શા માટે થયું આવું હે કૃષ્ણ
તું છો મારા હૃદયમાં અવિરત, એ સ્થાન ને પુંજુ છું સદા હવે હે કૃષ્ણ..