મૌનને નબળાઈ ન સમજ! સમજણ સમજ,
ખંત વગર જ તંત ને તું વળગણ સમજ.
બસ તમે ખાંસ્યા કરો છો કારણ વગર?!
યુગ બદલ્યો! લાજને તું ભારણ સમજ. (લાજ=ઘૂંઘટ)
હોય આકસ્મિક જ અવમૂલ્યન સઘળું,
આ જગતને લેણદેણનું કારણ સમજ.
ભેદરેખા છે, રહેશે! બોલવા દે
શબ્દને તું શબ્દવેધી મારણ સમજ!
આવક વધે એ તમે કાલે ઉધારો?
આયખાંના ચોપડે એ તારણ સમજ.
~Damyanti Ashani