🙏હોળી ની શુભકામના🙏
આવી હોળી આવી હોળી
રંગો ની ભરી ને ઝોળી
આજ હોમીશું અગ્નિ માં
નારીયળ, ગોળ ને કપુર ની ગોળી
આજ ખાઇશું નાના મોટા સૌ
ખજુર, પતાશા અને ધાણી
આવી હોળી આવી હોળી
રંગો ની ભરી ને ઝોળી
રંગો ભરીશું સૌ ને
લાલ, પીળો અને વાદળી
"વિનોદ" કરીશું પુષ્કળ
સૌ મિત્રો સાથે મળી
આવી હોળી આવી હોળી
રંગો ની ભરી ને ઝોળી