આજે મહિલા દિવસ પર શહેરની કોલેજમાં ખ્યાતનામ હોસ્પિટલના સ્પેશિયલ ગાયનેક ડોક્ટર સાહેબે મહિલા સશક્તિકરણ તેમજ સ્ત્રીઓને સમાજ માં યોગ્ય માન-સન્માન મળી રહે તેના વિશે ભાષણ આપી ઝડપથી હોસ્પિટલમાં જવા માટે નીકળી ગયા, કેમકે તેમને ત્યાં એક ઓપરેશન કરવાનું હતું,
ડોક્ટર સાહેબ હોસ્પિટલમાં પોંહચી નર્સ ને કહે બધું જ રેડી છે ને? તેના હસબન્ડ પાસે થી પેમેન્ટ ભરાવી દીધું છે ને? હા સર તેના સાસુ તેમજ સસરાએ પૈસા આપી દીધાં છે, ઓકે લેટસ ગો, ઓપરેશન થિયેટર!
ઓપરેશન થિયેટરમાં થોડીવાર ની શસ્ત્રક્રિયા ને એક દીકરી રૂપિ ગુલાબ દુનિયા માં ખિલતા પહેલાં જ કરમાઇ ગયું.