શોધતો રહ્યો મંઝીલ તો, રોમાંચ રસ્તાના ચુકી ગયો
કાલ ની ખુશી ખાતર હુ, આજની મજા ભૂલી ગયો
કેવી હતી આ મસ્ત મજાની દીવાની 'જવાની' મારી
જેને ન જાણે કઈ જિંદગી ને કોના માટે વેડફી ગયો
હા, કરવુ હતુ સઘળુ વિશ્વને એક હાથ તળે જો મારે
પણ કોઈની આંખમાં જાણે કણાની જેમ ખૂંચી ગયો
તોય રાખુ તાકાત જીતવાને જંગ એકલવીર બની હુ
માત કરું દઉં મોતને અરે હું મોતને પણ ટોકી ગયો
-પિયુષ કુંડલીયા