ના હા પાડે છે ના ના પાડે છે,
મારી જીંદગી મને કેટલું સતાવે છે.
ચહેરો જોવું એનો તો મને ચીઢાવે છે,
મારી જીંદગી મને કેટલું સતાવે છે.
મળવા બોલાવું તો બાના બતાવે છે,
બીજી વાતો કરીનેે મને ભરમાવે છે.
એની હસી વસંત મહેકાવે છે,
તો એનો ગુસ્સો તાપ વરસાવે છે.
એની આંખો નદીઓ છલકાવે છે,
તો એના કેશ ને સમીર લહેરાવે છે.
મારી આંખો તેના સપના જોવડાવે છે,
તો પણ આ "પલ" મને કેટલું સતાવે છે.
અંકિત પરમાર....