મૌસમ આમ જ બદલ્યા કરે,
છતાં યાદો બની ભીંજવ્યા કરે!
મિલન પછી ક્યારે જુદાઈ આવે,
જિંદગી આમ જ વિખર્યા કરે!
સમય સમયે માયા કેવી કરે,
હ્રદયે જખ્મો આપી સર્યા કરે!
દૌટ મૂકી સપના પામવા ત્યારે,
જોને મૃગજળ બની છર્યા કરે!
વિખરાઈ જિંદગી ઝાકળ બની,
બુંદ બુંદ બની કેવી નીતર્યા કરે!
શું ઉપાય દર્શ આ દર્દે દિલનું હવે,
યાદો પણ ધડકનોને છેતર્યા કરે!
દર્શના