શ્વાસ માં મલકતી ,એક સુગંધ ની વાત કહું,
નીરખી નયન માં, નૂરાની તેજ ની વાત કહું;
રસાળ શૈલીમાં રચી લેવું, જીવન માધુર્ય ને,
રસના માં વસતી રસદાર સ્વાદની વાત કહું,
શ્રૃતિ છે શૃંગાર શબ્દોની જ્ઞાન મય પરિણતિ,
શ્રવણ થતો ક્યાં અનાહત નાદ ની વાત કહું;
રૂપનો ખજાનો છે, લાલિત્ય સભર પ્રકૃતિ માં,
દ્રષ્ટિ માં વસતાં , અનંત આનંદ ની વાત કહું;
પ્રેમ સ્વરૂપ છે હકીકતમાં, ત્યાગ ગ્રહણથી પરે,
અનિર્વચનીય અનુભૂતિ, ગજબ ની વાત કહું;