ભાવ સિધ્ધિ.
==============================
જેવી ભાવના તેવી સિધ્ધિ
ભગવાન ભાવ ના ભૂખ્યા છે.
ભાવ એજ ભક્તિ.....
==============================
પ્રાકૃતિક જીવન એ ભાવ ઊર્મિ થી જ પરિશુદ્ધ અને પરિ પુર્ણ છે.પશુ પક્ષી કીટ પતંગ જીવ જંતુ કે પછી
દેવ દાનવ માનવ બધાજ ભાવના થી જોડાયેલા છે.
જ્યાં સુધી તમારા હૃદય માં બીજા માટે નિષ્કામ ભાવ પ્રગટ થતો નથી ત્યાં સુધી સાચા પ્રેમની અનુભૂતિ થતી નથી ,એ સનાતન સત્ય છે.ભાવ વગર ની ભક્તિ નો પણ સ્વીકાર થતો નથી..
ભક્તિ ની પરાકાષ્ઠા એટલે આત્મા નિવેદન , દિલ થી પુર્ણ શરણાગતિ સ્વીકારી લેવી. શરણ માં જવાનું એટલે પોતાનું અસ્તિત્વ જ પ્રેમાસ્પદ માં સમાવી દેવું જોઈએ, એ જ પ્રત્યક્ષ પરોક્ષ અને અપરોક્ષ અનુભૂતિ છે. જે શબ્દો દ્વારા કદાપિ વર્ણન કરી શકાય નહીં.
માટે,,, ભાવ ઊર્મિ નો હ્દય કુંજ માં વિકાસ થવો જોઈએ. એની શરૂઆત નિષ્કામ ભાવે કર્મ કરવાથી થાય છે. પોતાના પ્રિયજન પાસે થી કશું પણ માંગવા ની ઈચ્છા ના હોય, ફક્ત એની ખુશી માટે
જ જીવન ની પ્રત્યેક પળ સમર્પિત હોય, ત્યાં જ ભાવ ઉદ્દીપન થાય છે. આ પ્રેમની પરાકાષ્ઠા છે. જેની અનુભૂતિ શ્રી ચૈતન્ય મહાપ્રભુ ને થતી હતી,
રામકૃષ્ણ પરમહંસ ને થતી હતી.
દુન્યવી પ્રેમ માં કંઈક અંશે દેહાધ્યાસ અંને આસક્તિ હોય જ છે. એટલે એ ભાવ ની પુર્ણતા
પામી શકે નહીં , પરંતુ આધ્યાત્મિક જીવન માં દેહાધ્યાસ ગલિત થાય છે. માટે જ ત્યાં ભાવની પરાકાષ્ઠા અને પુર્ણ અનુભૂતિ થાય છે.
આખરે એટલે જ સમજવું જોઇએ કે , ભાવ વગર જીવન સંભવિત નથી, તમારા હૃદય માં જે પ્રેમ છે,એ કોઈ પણ સ્વરૂપે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ સાથે હોઇ શકે, પરંતુ એ લાગણી ના તાણાવાણા જેટલી નિષ્કામ ભક્તિ હોય એટલી ભાવ સિધ્ધિ પ્રાપ્ત થાય છે.
ૐ આનંદ ૐ=====🤣🤣====ૐ આનંદ ૐ