શિવજીનું ડમરું ડમ ડમ બોલે
શીર્ષ જટા હર ગંગાધર ખોલે
કલ કલ કલ કલ ગંગધારા વહેતી
ને થઈ ભારતની આ પાવન ધરતી
રહે નિર્ભય નાગ મહાદેવ અંગમાં
કાન કુંડળ, કંદોરો ને બાજુબંધમાં
સંગ મૃગચર્મ મુંડમાળ જો શોભે
બેસે ચંદ્ર ભાલ ને ત્રિલોચન શોભે
વસે ભૂત સંગ ભભૂત શિવ અંગે
સોહે ભૂતનાથ શિવ ગિરિજા સંગે
~Damyanti Ashani