*એક હાસ્ય રચના*
*ચા* , *દાળ* *અને *પત્ની*
આ ત્રણેયમાં *ચકાચૌંધ* કરી દે એવું એક *સામ્ય* છે !!!
ત્રણેય પડ્યાં પડ્યાં *ઊકળે* ,
*ઊકળવું* એ જ એમનો *સ્વભાવ* ,
*ઊકળે* નહિ ત્યાં સુધી *જંપે* ય નહિ .
*પરફોર્મન્સ* જ ન આપે .
*ઊકળે* તો જ *પર્સાનીલીટીમાં નિખાર* આવે ,
*નિખાર* એટલે કેવો ?
*ચા* ઊકળે એટલે લાલ થાય ,
*દાળ* ઊકળે એટલે *પીળી* થાય ,
અને
*પત્ની* ઊકળે એટલે *લાલ - પીળી* થાય !
આ ત્રણેયમાં *કલર* ન પકડાય તો ખામી *ચૂલામાં* સમજવી !!!
એક *સવાર સુધારે* ,
બીજી *દિવસ સુધારે* ,
ત્રીજી *ભવ સુધારે* .
*_ચા ની ચૂસકી , દાળનો સબળકો અને પત્નીનો ફૈડકો_* !
આ ત્રણેનું કોમ્બીનેશન તો જુઓ ,
ત્રણેય *સ્ત્રી જાતિ* ,
અને
*_સુધારવું કે બગાડવું બધુંય એમના હાથમાં_* .
😂
ઘરવાળી ની *કચ કચ*. કોઈનેય ગમતી નથી......
તો પણ મારો બેટો કોઈ *મૂંગી* ને પરણવા તૈયાર થતો નથી બોલો........
🤣🤣😄😝