તે છે પણ ક્યાં છે ? એ મને ખબર નથી,
બસ એનો એહસાસ છે
એ ખાસ છે..
એ ભલે સમક્ષ નથી પણ આસપાસ છે,
મને એનો એહસાસ છે
એ ખાસ છે..
હાથ ભલે હાથમાં નથી,એ મારા બાહુપાશમાં નથી,
એતો ધડકનની સુવાસ છે
એ ખાસ છે..
મારી સાથે એ કદમ ભરતી નથી,મને એ મળતી નથી,
અલગ એનો આભાસ છે
એ ખાસ છે..
વૃંદાવનમાં હું કાન નથી, પણ રૂપાળી એ રાધા છે,
સ્વપ્નમાં જામે રાસ છે
એ ખાસ છે..
✍️Mr_મરીચિ