*🙏🙏ગરીબીનું કેન્સર*
દાક્તર સાહેબ *મારા પિતાને શું થયું છે*? મહેરબાની કરીને તમે તેને વહેલું હારું કરી દો,
એક ગામડામાં રહેતો *આર્થીક રીતે ગરીબ દીકરો* હોસ્પિટલમાં ડોક્ટર ને *લાગણીસભર શબ્દોમાં આજીજી* કરી રહ્યા હતો,
ડોક્ટરે પુત્રને એકબાજુ લઇ જઇને કહ્યું કે *"તમારા પિતાને કેન્સર છે"* આટલું સાંભળતા જ એક પુત્રનાં *હોશ ઉડી ગયા*,
ડોક્ટર સાહેબ ગમે તે કરો પણ મારા બાપને સારું કરી દો, સાહેબે કહ્યું કે તે માટે તેમનું ઓપરેશન કરવું પડશે અને તમારે તાત્કાલિક ૫ લાખ રૂપિયા જમા કરવા પડશે, તે પછી જ ઓપરેશન થાય.
એક "પુત્ર પર પડતાં ઉપર પાટું" સા,,હેબ હું,, પૈસા ની વ્યવસ્થા કરું છું તમે ઓપરેશનની તૈયારી કરો, સાહેબ!!!
એક લાચાર પુત્રને કોઈ રસ્તો સુઝતો ન હતો કેમકે આટલાં બધાં રૂપિયા લાવવા ક્યોં થી? આખરે હોસ્પિટલમાં જ તેને આ પ્રશ્ન નો ઉત્તર મળી ગયો, સમયસર પૈસા ભરાઈ ગયા હતા પણ,,,એક વાત કે પિતાની સાથે જ બીજું એક ઓપરેશન થઇ ગયું,
હા શરીરે તાજાં ટાંકા લીધા હતા એટલે થોડું દર્દ થતું હતું પણ એ દીકરાને એ દર્દ તે કરતા પણ વધુ પોતાના પિતાને મળેલ નવજીવન તેના દર્દ પર મલમ નું કામ કરતુ હતું...