બે ધડક દિલને ધડકવા દેવું જોઇએ,
ને લાગણી માં , પકડવા દેવું જોઇએ;
યાદોમાં વિરહી એ સ્મરણ રાખીને જરા
એ યાદગીરી ને, મચલવા દેવું જોઇએ;
આનંદ પામી લો. , સહજતા માં જિંદગી,
મચકોડી. મન ને , તડપવા દેવું જોઇએ;
હાલત જો મનની ,હોય જરાકે કફોડી તો,
ઈચ્છાની જાળમાં, જકડવા દેવું જોઇએ;
ઉચ્ચાટ થઈ જાયે કે , મુંજવણ કદાચ હો,
આનંદ દિલને તો , છલકવા, દેવું જોઇએ;