🌿વસંત પંચમી🌿
અરે ઓ ભાઈ આજે વસંતપંચમી છે, આજ નો દિવસ પ્રકૃતિ માટે તો તહેવાર સમાન છે,
તમે સવાર સવારમાં જ આ લીલા વૃક્ષને કાપી રહ્યા છો આજનાં દિવસ તો પ્રકૃતિના "વધામણા" કરવાનાં હોય તેને "વધેરવાની" ના હોય તેને મહાલવા દે..
આવી શિખામણ એક પ્રકૃતિ પ્રેમી એ ઝાડ પર ચડેલા એક માણસ તેમજ નીચે ઊભેલા તેના પુત્ર ને આપી રહ્યો છે,
વૃક્ષ પર રહેલા તે માણસે ગુસ્સા સાથે કહ્યું કે "ચલ જા અહિંયા થી હટ" ત્યાં જ થોડીવાર માં ધડામ અવાજ સાથે વૃક્ષ ની ડાળ તુટી નીચે ઊભેલા પુત્ર પર આવી અને એક કારમી ચીસ સાથે પુત્રનું માથું વધેરાઈ ગયું,
તે પ્રકૃતિપ્રેમી મનોમન વિચારવા લાગ્યો કે મારો ગુસ્સો માં થયેલ તિરસ્કાર પણ વરદાન રૂપ સાબિત થયો અને સાથોસાથ એક સજીવે બદલો પણ લઇ લીધો..