' એ માત્ર ગુલાબ નહોતું '
🌹🌹🌹🌹
જન્મ અને મૃત્યુનો સરવાળો
ફળિયામાં નિઃશબ્દ મૌન ધારણ કરીને બેઠેલા કનુભાઈને જોઈને સનતભાઈ બોલ્યા ' કેમ ભાઈ , ક્યાં વિચારોમાં ખોવાયો ?
બસ ખાસ કંઈ નહીં ' આ ગુલાબના નાનકડા વૃક્ષને જોઈ રહ્યો છું . અને એના મૂળિયા તો જો સાવ જ ખલાસ થઈ ગયા છે .
તને ખબર છે સનત એ માત્ર ગુલાબનો છોડ નહોતો
એમાં કેટલીયે જૂની યાદોની સુગંધ ભરેલી હતી . અને એટલે જ એ છોડને જીવંત રાખવા પાણી એને જરુર પૂરતું ખાતર તો નાખવું જ પડશે .
આદિકાળથી ચાલ્યું આવતું આ જન્મ અને મરણનું રહસ્ય હજુ સુધી સમજાતું નથી .
અરે પણ , કનુભાઈ આ ગુલાબના છોડની વાતમાં જન્મ - મૃત્યુની વાત ક્યાં આવી ?
ભાઈ એક વાત કહું ...
' વૃક્ષો તો ઘણા છે . નાના કહો કે મોટા પણ ગુલાબનું નાનું સરખું વૃક્ષ એ ફક્ત ગુલાબની સુગંધ જ નથી ફેલાવતું ...
પરંતુ કાંટાઓની વચ્ચે રહી જિંદગી જીવી જાય છે . અને એની સુંદરતા અને સુગંધ તો જો ...
ગુલાબની પાંખડીઓ તો સુકાઈ જાયતો પણ એની સુગંધ એવી ને એવી જ રહે છે .
એ જ રીતે કોઈ નવજાત શિશુનો જન્મ પણ એક નવા સંબંધની સુગંધ લઈને જન્મ લે છે .
માતા-પિતા , કાકા-કાકી , મામા-મામી ...અને એ સિવાય પણ કેટલાય સંબંધો રેશમી મુલાયમ તાંતણા સાથે બંધાય છે . જેની ડોર જો કોઈ મજબૂત હાથોમાં હોયતો ઠીક ... નહીતો એ કાંચે તાંતણે બાંધેલી ડોરને તૂટતા પણ વાર નથી લાગતી
અને મૃત્યુ એટલે એની પાછળ અને એની સાથે જોડાયેલા અને સાથે જીવી ગયેલા સંબંધોની સુગંધ છોડીને ચાલ્યા
જાય છે .
ઘણી જગ્યાએ સાંભળવા મળે છે અરે મારે ત્યાં દીકરી/દીકરાનો જન્મ થયો છે તો હમણાં જાહેર ન કરશો . નાહક ભીડ જમા થઈ જશે .
અને મૃત્યુ બાદ પણ અરે બહુ કોઈને જાહેર કરશો નહીં ..
આવુ સાંભળ્યા પછી વિચાર થાય છે કે
મૃત્યુ એ એટલું સંકુચિત માનસ ધરાવતું સત્ય છે કે શું ?
કે એવી વ્યક્તિ જે અત્યાર સુધીના અમૂલ્ય અને અતૂટ સંબંધોને છોડીને ચીર વિદાય લઈ મૌન ધારણ કરીને મૃત્યુની સૈયા પર પોઢી રહ્યું છે .
જે પોતાની વળતી વેળાએ પણ પોતાની નિર્જીવ આંખોથી સૌનો આભાર પ્રગટ કરવાનું ઈચ્છે છે .
જે રીતે જન્મ ઉત્સવ છે એ જ રીતે મૃત્યુ પણ એક ઉત્સવ છે .
કોઈના મૃત્યુ પાછળ આંખમાંથી સરેલા આંસુ એ કંઈ અફસોસ નથી . પણ એમની સાથે વિતાવેલા સમયની યાદોનો ખજાનો છે . અને એ પણ એવો ખજાનો જે એવા તાળામાં બંધ છે જે સેફ અને સેલ્ફ ડિપોઝીટમાં હંમેશા અકબંધ રહેશે .
સંબંધોને સાચવવા માટે ક્યાંક ગુલાબની પાંખડીઓની જેમ સુકાઈને ખરી જવું પડે છે.
આપણા સંબંધોને ઇગનોર કરતા ચહેરાનું મારણ પણ સહન કરવું પડે છે .
વાહહઃહઃહ માણસની માનસિકતા ...
પણ અંતે તો ગુલાબની જેમ સુગંધ બની ખરી જવું પડે છે .
ચાહે દુનિયામાંથી ચાહે સંબંધોથી ફરજિયાત વિદાય લેવી જ પડે છે
ફળિયામાં બેઠેલા કનુભાઈ દ્વારા વ્હેતું એ કટુસત્ય સાંભળી આંખોમાં આવેલા આંસુને છુપાવતા સનતભાઈ ફરી પોતાના રૂટિનમાં વ્યસ્ત થવા લાકડીના સહારે ચાલી નીકળ્યા
🍁🍁🍁🍁
:-મનિષા હાથી