હિંદૂ ધર્મમાં નિત્ય પંચદેવનું પૂજન કરવાનું વિધાન છે. ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, ભગવાન ગણેશ, માતા દુર્ગા અને સૂર્યદેવ. આજે અમે તમને જણાવીશું કે સૂર્યદેવ વિશે… એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સૂર્યની પૂજા કરે છે તેની કુંડળીના તમામ દોષો નાશ પામે છે. પૂરા વિશ્વમાં રોશની આપનારા સૂર્યદેવના રથમાં સાત ઘોડાં જોવા મળે છે. પણ શું તમને ખબર છે કે સૂર્યના રથમાં કેમ હોય છે સાત ઘોડાં.. તો ચાલો જાણીએ આ પૌરાણિક કથા વિશે…
કહવાય છે કે સાત ઘોડા એક રોશનીને દર્શાવે છે. એક એવી રોશની કે જે સ્વયં સૂર્ય દેવતા એટલે કે સૂરજમાંથી ઉત્પન્ન થઈ હોય છે. તમે એ વાતથી વાકેફ હશો જ સૂર્યના કિરણમાં સાત રંગો સમાવિષ્ટ હોય છે. જે પાણીની બુંદ સાથે મળે તો ઈન્દ્રધનુષ થઈને જોવા મળે છે. સૂર્યદેવના સાત ઘોડાને ઈન્દ્રધનુષના સાત રંગો સાથે જોડવામાં આવે છે. એવું એટલા માટે છે કે જો તમે આ ઘોડાઓને ધ્યાનથી જુઓ તો તેનો રંગ અલગ અલગ હોય છે. તેમનો રંગ એકબીજાને સહેજે મળતો નથી આવતો.
શાસ્ત્રોમાં પણ આ વિશે એક કારણ જણાવાયું છે કે સૂર્ય ભગવાનના રથને ચલાવતા સાત ઘોડાં સ્વયં સૂરજની રોશનીનું પ્રતીક છે. જો આપ કોઈ મંદિર કે પૌરાણિક ગાથાને દર્શાવતી કોઈ તસ્વીર જોશો તો તમને એેક અંતર જોવા મળશે. સામાન્ય રીતે એ તસ્વીરકાર કોઈ પણ દેવી કે દેવતાનું ચિત્ર સૂર્ય ભગવાનમાથી નિકળી રોશનીના કિરણો સાથે બનાવવામાં આવે છે. આ રોશની એ જીવનના સાત રંગોનું પ્રતિક છે. પરમાત્મા એ છે કે જેનામાં સાતેય રંગ સુવિદિત છે. જીવન એક છે પણ તે અનેક રંગોથી ભરેલું છે. તેમાં ઈશ્વર જ સર્વોપરી છે. સમગ્રપણે આ વિશ્વ તેમાં સમાહિત થયેલું છે.