સૂર્યની પહેલી કિરણ માં શોધું, ઘરના ખૂણા ખૂણામાં શોધું,
ગલી કૂંચી માં જઈને શોધું , ફળિયે ફળિયે પણ શોધું.
વનવગડામાં જઈને શોધું , ફરી શહેર આખામાં શોધું,
ડગલે ને પગલે શોધું , હરેક શ્વાસોશ્વાસ માં શોધું.
જગતના કણકણમાં શોધું, જિંદગી ના પળપળ માં શોધું,
સંધ્યા સમયે ક્ષિતિજ માં શોધું, રાત્રે ચાંદ સિતારા માં શોધું.
શોધું છું હું 'પનાહ' શોધું , હરિના ચરણોમાં શોધું,
મળી મને આખરે 'પનાહ' હરિ ચરણોમાં મેં લીધી શોધી.
દિપ્તીબેન પટેલ "શ્રીકૃપા"
વડોદરા.