હથેળીમાં હોય આવી રેખાઓ તો વ્યક્તિ હોય છે અનલકી
હથેળીમાં રહેલા શુભ નિશાનની જેમ અશુભ નિશાન પણ હોય છે જે વ્યક્તિના જીવનમાં આવનારી મુશ્કેલીઓ વિશેનો ખ્યાલ પહેલેથી જ આપી દે છે. જેમ વ્યક્તિ શુભ નિશાન હોવાથી ભાગ્યશાળી હોય છે તેમ અશુભ નિશાન બનવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ વેંઠવી પડે છે. આજે અમે તમને જણાવીશું કેટલીક અશુભ નિશાનીઓ વિશે કે જે હાથમાં હોય તો વ્યક્તિને ભોગવવી પડે છે તકલીફ…
જો કોઈ હથેળીમાં વિવાહ રેખા પર ચોકડીનું નિશાન હોય તો વ્યક્તિને પોતાના જીવનસાથીનો સાથ ઘણાં ઓછા સમય માટે મળે છે.
જો કોઈની હથેળીમાં સૂર્ય આંગળી(અનામિકા) પર જો આડી રેખાઓ હોય તો વ્યક્તિએ ખરાબ સમયનો સામનો કરવો પડે છે. જીવનમાં અનેક અસફળતાઓ મળે છે.
હથેળીમાં ભાગ્યરેખાને ભારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો ભાગ્યરેખા શનિ પર્વત પર જઈને મળતી હોય અને તેના પર કોઈ આડી રેખાઓ તેને કાપતી હોય તો વ્યક્તિને પોતાની કેરિયર કે ધન સંબંધી મામલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જો લગ્ન રેખા પર કોઈ ચોરસ જેવું નિશાન બનતું હોય તો એ વ્યક્તિ અનેક રોગોથી ઘેરાયેલું હોય છે.
જો શનિની આંગળીના મૂળમાંથી બે સાવ નાની રેખા જવ જેવું નિશાન ગુરુના પર્વત તરફ બનાવતી હોય તો વ્યક્તિ જીવનમાં પ્રેમથી દગો ખાય છે. જો એ જવ જેવું નિશાનને કોઈ આડી રેખા છેદતી હોય તો વ્યક્તિ ખુદ તેને છોડી દે છે.
જો હથેળીમાં એકાદુ ચોરસનું નિશાન ન હોતા, અનેક ચોરસ ભેગા થઈને જાળી જેવું નિશાન બનાવતા હોય તો વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જો હથેળીમાં ક્યાંય પણ સ્ટારનું નિશાન હોય તો તે અશુભ ફળ આપે છે. ખાસ કરીને જો આવું નિશાન વ્યક્તિના સૂર્યના પહાડ પર હોય તો વ્યક્તિને જેલગમન યોગ કરે છે.