ફેસબુકના ચહેરા
ચંદ્રકાન્ત બક્ષી, હરકિસન મહેતા, દિનકર જોષી, ભાણદેવ, નવીન વિભાકર અને દર્શક ને વાંચ્યા પછી બીજા લેખકોને બુક વાંચવી એ મારી માટે એક અગમ્યતા રહી છે. અથવા મને બીજા લેખકનું લખાણ ફાવ્યું નથી એવું કહી શકાય.
જ્યારે મનીષા બહેનની બુકના ફોટો મેં એફબીમાં જોયા. બૂકનું નામ જ ખુદમાં એક બુક જેવઉજ રહ્યું છે, "ફેસબુકના ચહેરા". આજની જનરેશન જ્યારે સોસીયલ મીડિયા ઉપયોગ કરે છે એમને આ બુક ચોક્કસ વાંચવી રહી. કારણ કે આ બુકમાં એક એવી જ લાગણી, નાજુક પ્રેમ, જૂની યાદો, સ્કૂલ, કોલેજ કે માહોલાના મિત્રોની વાત છે.
જ્યારે મને આ બુક મળી ત્યારે પ્રથમતો બૂકનું કવર પેજ જ જોતો રહ્યો, પ્રસ્તાવના વાંચીને જ બુક એક સાથે વાંચવાનું મન થઇ ગયું. બૂકની નાયકા માનસી, યુવાનીમાં જ બિન્દાસ રહી છે. એમના જીવનમાં આવેલા પુરુષો, પુરુષો દ્વારા કરવામાં આવેલ પ્રેમના પ્રસ્તાવો, મનની મુંજવણ, પોતાના લગ્ન, બાળકોનો ઉછેર અને ફ્રી સમયમાં ફેસબુકનું ખાતું ખોલી ગેમ રમવી, એ જ સ્થાને પોતાના જુના મિત્રોની શોધ કરવી, અનેક બનાવ સારા અને નસરા બનવા, પણ ખોજ તો દિલના ખૂણામાં રહેલા પોતાના જુના પાત્રની જ હતી, હા, લોકેશ અવસ્થિની. લગ્ન પહેલાના સંબંધ જ્યારે પૌઢ વયે તાજા થતા હોય છે. ત્યારે થોડું કંપન, થોડી ગૂંગણામન અને થોડી આતુરતા આવી જતી હોય છે.
આ બુકમાં ભાષા સરળ છે એટલે તમામ મિત્રોને ખરેખર મજા આવશે અને હરેક પન્ના સાથે શબ્દની સફર કરી શકશો. જ્યારે હું બુક વાંચતો હતો ત્યારે હરેક શબ્દ મારા જીવનના છે, એ જ અહેસાસ થયો છે. લાઈફમાં પહેલી એવી બુક છે જેને મને મારા મિત્રોને યાદ કરવા મજબુર કર્યો હતો. તમામ દ્રશ્ય આંખો સામે આવી પસાર થઈ જતા હતા. અને હું બુકના આગળના પન્ના તરફ આગળ વધી જતો. લાગણી કાબુમાં રાખીને આ બુક મેં પુરી કરી છે.
વ્યાકરણ અને જોડણીદોષમાં મને ખબર નથી, કદાચ હોઈ પણ શકે, પણ પુરી બુકમાં લાગણીદોષ નથી એ તમામ વાંચક મિત્રોને ખાતરી આપું છું. હાર્ડ ભાષા વાંચવાનો આગ્રહ રાખતા તમામ મિત્રોએ આ સરળ અને સૌમ્ય ભાષાની સફર કરવી જોઈએ.
વર્તમાન સમયમાં એફબીનો જે ઉપયોગ થઈ રહ્યો છે. અભદ્ર કમેન્ટ અને પોસ્ટ જ્યારે મુકવામાં આવે છે ત્યારે 2008થી 2012 સુધી જે મૃદુ અને લાગણી સભર એફબી હતું એ પણ જાણવું જોઈએ. આ બુક ફક્ત એક નોવેલ નથી કે એને વાંચીને એકબાજુ રાખી મૂકી દઈએ. આ એફબીના શરૂઆતના વર્ષોની ગાથા છે. માત્ર નામ અહીં માનસીનું છે પણ એ સમયે જે લોકોએ એફબુનો ઉપયોગ કર્યા હશે એ તમામ લોકોની લાગણીને મનીષા બહેને શબ્દમાં ઢાળી છે. જેને મેં માણી, અને ખુશ છું કે બક્ષી અને મહેતાની નોવેલ પછી ફેસબુકના ચહેરા નોવેલ ખૂબ ગમી.
ખૂબ ખૂબ અભિનંદન મનીષા બહેન. એક ઉત્તમ સર્જન આપે સાહિત્યની દુનિયામાં પ્રસ્તુત કર્યુંન આ નોવેલને લોકો ઉમળકા સાથે વધાવસે અને હરેક પન્ના સાથે ખુદની સફર કરશે એવું આશા છે......
મનોજ સંતોકી માનસ