વર્ષોથી ચાલ્યો આવતો એક શબ્દ થી આપણે સૈ કોઇ પરિચિત છીએ તે છે સૈથી મોટા ગુનેગારોને સજા રુપે જે આપવામાં આવેછે તે છે ફાંસી...
ફાંસી એટલે કોઇ ગુનેગાર તેને કરેલા સખ્ત ગુના પ્રમાણે કોર્ટ તેમને જે અંતે ચુકાદો આપેછે તે ફાંસી હોયછે એટલે ગુનેગારની જીંદગીનો અંતિમ દિવસ...આ ફાંસી આજથી જ નહિ પરંતુ યુગો યુગોથી ચાલતી આવતી પ્રક્રિયા છે ને જયારે વરસો પહેલા આપણા દેશમાં રાજ મહારાજાઓનો સમય હતો ત્યારથી જ ગુનેગારોને ફાંસીની સજા થતી હોયછે.ફાંસી ખાલી ભારતદેશમાં જ નહી પરંતું દુનીયાના ઘણા બધા દેશમાં આજે પણ ગુના પ્રમાણે ફાંસી તો અપાય જ છે.
આવતો ફેબ્રુઆરી મહીનાની પહેલી તારીખે ને સમય સવારે છ વાગે દિલ્હીમાં વરસો પહેલા બનેલો એક બળાત્કારનો જે બનાવ હતો તેના ચાર બળાત્કારીઓને એક સાથે જેલમાં ફાંસી અપાશે ત્યારે તેઓની બચેલી જીંદગીની એ છેલ્લી ક્ષણો હશે...ત્યારબાદ પછી તેમના કેસ ઉપર પણ સદાય ને માટે પૂર્ણવિરામ મુકાઇ જશે.
વરસોથી સૈ જેની રાહ જોઇ રહ્યા હતા તેનો આખરી અંત હશે...
પણ પ્રશ્ન એ છે કે શુ આ ચાર બળાત્કારીઓને ફાંસીની સજા આપવાથી દેશમાં બળાત્કારના બનાવો ઓછા થઈ જશે!
કદાચ ના...બળાત્કાર તો થતા રહેવાના ને ફાંસીની સજા પણ અપાતી જ રહેશે કારણકે આજનો માણસ પોતાના મનમાં જે ધારે છે તે કરીને જ રહેછે તેને આગળના કે પાછળના પરિણામની કોઇ ચિંતા હોતી નથી તે ધારે છે તેને તે મેળવીને જ રહેછે.
કારણકે આજ જમાનો જ એવો છે જે પહેલા સમયમાં આવુ ઝાઝું હતુ નહી,
આજની ફિલ્મો, મોબાઈલ ઉપર આવતા અશ્લીન વિડીઆઓ, તેમજ મેગેઝીનમાં આવતા નગ્ન મોડેલના ફોટાઓ..જોઇને આજના માણસો ઉપર ઘણી અસર થતી જોવા મળેછે...
એક આતંકીને માર્યા પછી જેમ કદી આતંકવાદ બંધ થતો નથી તેમ આવા
કેસોમાં પણ કંઇક એવુ જ હોયછે.
ખૈર, જે થવાનુ હશે તે તો થઈ ને જ રહેશે..આવી બનતી ઘટનાઓ ના ઘટે તે માટે કોઇને સમજાવવાથી પણ ઘટવાની નથી સમય સમયનું કામ કરશે ને માણસ પણ સમય પ્રમાણે જ તેનું કામ કરતો રહેશે...
આમ જીવન જ એવું છે માટે તે પણ આમ જ ચાલ્યા કરશે.