ઘનઘોર અંધારૂ , વિકટ કેડી ક્યાં વિસામો,
ના ઓઝલ થાવ હ્રદયથી, રાખજો હવે દિલાસો.
દિશાઓ નવી શોધવા , આહલાદક અવની પર ફરું,
વિના આધારે સંધરેલી સંવેદના , પાથરી તુજ ધરું.
તરસી નજર હવે , ઝલક એક જોવા ભટકે,
અનન્ય ભક્તિ થી, નિજ રૂપ નવાં પૂર્ણ વૈરાગ્યૈ .
સમય નથી રહ્યો મને , હવે વિશ્વાસ ખુદનો ,
જોયાં કરું મનોહર , મુખડાનો મલકાટ તુજનો.
જીવનનાં અંતે મેળવ્યો , સાર જિંદગી આખીનો ,
પ્રલય થઈ જશે , છૂટે ના હાથ ભલે શ્વાસ છૂટજો.
અજબ મોહમાયા ની ભરી દુનિયામાં કારીગરી ,
ખાલી હાથે આવ્યાં , જવાનું છે ખાલી હાથે મુસાફરી.
દિપ્તીબેન પટેલ.(શ્રીકૃપા)
વડોદરા.