Quotes by Urvi Panchal in Bitesapp read free

Urvi Panchal

Urvi Panchal

@urvipanchal08gmailco


ક્લાઉડ ઓફ પોએટ્રી દ્વારા પસંદ થયેલ મારી એક ગઝલ.

epost thumb

એક સુંદર ગીત મારા અવાજમાં ..મધુબન ખુશ્બુ દેતા હૈ.

epost thumb

mahila kavya manch ..Anand

epost thumb

મારો ગઝલ સંગ્રહ
"એક નવું આકાશ" .

-Urvi Panchal

સપનાઓને આગ લગાડી તાપી લીધું.
જીવન આખું એવી રીતે કાપી લીધું .

શબ્દોને તો સમજે છે સૌ એમાં શું છે!
મૌન બની થીજેલું અંતર માપી લીધું .

સૂર અને લય તાલ તણી તો સૂઝ નથી પણ,
ગમતું એવું ગીત કદી આલાપી લીધું .

તારે મન હું શું છું એતો તું જાણે છે,
મેં તો હૃદયે નામ જ તારું છાપી લીધું.

વર્ષો પહેલા ખોવાયું "ઉરુ" બચપણ મારું,
પાછું મળતાં હૈયા સરસુ ચાંપી લીધું .

ઉર્વી પંચાલ "ઉરુ"(નવસારી)

-Urvi Panchal

Read More

બિન મત્લા ગઝલ

-Urvi Panchal

તાજી ગઝલ

-Urvi Panchal

આ રોશની ઉછીની "ઉરુ" કયાં સુધી રહે!
જાતે મશાલ બન તું અજવાશ થઇ જશે.
ઉર્વી પંચાલ "ઉરુ"
-Urvi Panchal

ખુલ્લા આકાશમાં વાદળની જેમ "ઉરુ"
અલ્લડ થઇ કેટલા લોકો મનમાં ફરે.  

    ✍ ઉર્વી પંચાલ "ઉરુ"(નવસારી)

-Urvi Panchal