હસ્તરેખા જ્યોતિષઃ જે લોકોની ઇન્ડેક્સ ફિંગરની નીચે હોય છે તલ, તેમને સરળતાથી નથી મળતી સફળતા, મહિલાઓનો ડાબો હાથ અને પુરુષોનો જમણો હાથ વિશેષ રૂપથી જોવો જોઈએ
આપણી હથેળીમાં રેખાઓ બનતી-બગડતી રહે છે, ક્યારેક-ક્યારેક હથેળીમાં કાળા તલ પણ બની જાય છે. હથેળીમાં જુદા-જુદા ભાગ પર બનેલા તલ જુદી-જુદી વાતોની ભવિષ્યવાણી કરે છે. જાણો હથેળીમાં તલ અને તેના ફળ સાથે જોડાયેલી વાતો.
હસ્તરેખા જ્યોતિષના સંબંધમાં એક વાત ધ્યાન રાખવી જોઈએ કે પુરુષોના જમણા હાથ અને મહિલાઓના ડાબા હાથનો અભ્યાસ વિશેષ રૂપથી કરવામાં આવે છે.
- હથેળીના શુક્ર પર્વત પર તલ હોવાથી વ્યક્તિના વિચારોની પવિત્રતા ખતમ થઈ શકે છે. હથેળીમાં શુક્ર પર્વત અંગૂઠાની નીચે સ્થિત હોય છે.
- જે લોકોની હથેળીમાં ચંદ્ર પર્વત પર તલ સ્થિત છે, એવા લોકોના લગ્નમાં પણ મોડું થઈ શકે છે. ચંદ્ર પર્વત અંગૂઠાની એકદમ સામે શુક્ર પર્વતની બીજી તરફ સ્થિત હોય છે.
- જો ગુરુ પર્વત પર તલ છે તો લગ્નમાં પરેશાનીઓ આવે છે, સફળતા સરળતાથી નથી મળતી. આ પર્વત ઇન્ડેક્સ ફિંગરની એકદમ નીચે સ્થિત હોય છે.
- શનિ પર્વત પર તલ હોવાથી લગ્નમાં મોડું થાય છે, લગ્નજીવનમાં પરેશાનીઓ રહે છે. હથેળીની મિડિલ ફિંગરની નીચેના ભાગને શનિ પર્વત કહેવામાં આવે છે.
- સૂર્ય પર્વત પર તલ હોય તો વ્યક્તિને સમાજમાં અપમાનનો સામનો કરવો પડી શકે છે. આ પર્વત રિંગ ફિંગરની નીચે હોય છે.
- બુધ પર્વત પર તલ છે તો અચાનક કોઈ નુકસાન થઈ શકે છે. આ પર્વત સૌથી નાની આંગળી એટલે કે કનિષ્કાની નીચે સ્થિત હોય છે.