ગઝલ/ ભાવેશ સોલંકી
માત્ર અવગુણો જ બાટે તે શરમ કરે
જીંદગી જીવે પરાણે તે શરમ કરે
દૂનિયામાં કોઈની પાસે સમય ના
સાવ ફોગટ રોડ માપે તે શરમ કરે
ગઈ હતી તે કાલની વાતો હતી. પણ,
સાવ કોરી આજ રાખે તે શરમ કરે
રાજકારણ આચરેલી જીત મેલી
જ્યાં અને ત્યાં જુઠ ભાસે તે શરમ કરે
વાંચવાનો શોખ ઉત્તમ શોખ છે. પણ,
સાવ ગંદા લેખ છાપે તે શરમ કરે
- ભાવેશ સોલંકી