મહોબ્બત કરતાં અલગ અંદાજ નફરતનો,
હોય છે એક આ અલગ નશો નફરતનો...
પ્રેમ જિંદગી બદલે ખબર સૌને છે અહીં,
ઘાયલ થયા બાદ આ અલગ નશો નફરતનો...
શમણું તૂટ્યું વફાનું ને હૃદયે મચી હલચલ,
શોર ભીંતર મહીને આ અલગ નશો નફરતનો...
બેપનાહ કરે હૃદય દુઆ આ કેવી!!?
નથી ઈશ્ક હવે બેહદ આ નશો નફરતનો...
હોય છે ઊંડી ગહેરાઈ દર્શ ઇશ્કમાં,
હવે, આ છે મુકમ્મલ નશો નફરતનો...
દર્શના