મેરા ભારત મહાન
આ બોલવું દરેક ને સારુ લાગે છે ને કેમ નહીં! કારણકે આપણો સર્વેનો આ ભારત દેશ છે ચાહે કોઇ મુસલમાન હોય, ચાહે કોઇ હિન્દુ હોય, ચાહે કોઇ શીખ હોય કે ચાહે કોઇ ઇસાઇ હોય દરેક નાત જાત સાથે બનેલો આ આપણો ભારત દેશ છે ને આ વાતે તો દરેકે ગૈરવ લેવું જોઈએ...
પણ જો આપણે વિકાસની દ્રષ્ટીએ જોવા જઈએ તો હજુ પણ આપણો
ભારત દેશ ઘણો જ પાછળ કહી શકાય કારણકે હજી પણ આપણા દેશની લગભગ સિત્તેર ટકા વસ્તી નાના મોટા ગામડાંઓમાં વસે છે ને આવા દરેક ગામડાં આજે પણ અમુક કારણોસર પછાત જોવા મળી રહ્યા છે ચાલો વિજળી, પાણી તો સમજયા પરંતું શૌચાલયની નજરે હજી પણ એ જ હાલ ચાલે છે જે આજથી પચ્ચીસ વરસ પહેલા જે આપણા દેશની સ્થિતી હતી!
એ જ લોકો સવાર પડે એટલે હાથમાં ધાતુ પિત્તળ કે લોખંડના પતરામાથી બનેલ ડબ્બો પકડીને સાથે મોઢામાં દાતણ નાખીને ઘેરથી નીકળી પડે, કોઇ આમ બેસે તો કોઇ તેમ બેસે અમુક તો લોકો સામસામી પણ બેસતા હતા જેથી અલકમલકની વાતો પણ સાથે સાથે થાય ને શૌચાલયની ક્રિયા પણ ચાલુ રહે. પરંતું આજ એટલો બધો એવો માહોલ કે એટલા બધા લોકો પણ એવા નથી દેખાતા જેટલા પહેલા જમાનામાં રસ્તાઓ ઉપર જોવા મળતા હતા. આજ પણ શૈચાલય માટે લોકો સવારે એકલ લોકલ જતા આવતા જોવા જરુર મળે છે
પણ શું આજના આધુનીક જમાનામાં આવુ સારુ લાગે ખરુ! આજ મોદી સરકાર આના માટે લાખો કરોડો રુપિયા ખર્ચ કરી રહી છે કે દરેક ના ઘરમાં એક શૌચાલય બને. પુરુષને આ માટે કોઇ જ શરમ સંકોચ હોતો નથી પણ એક પરણેલ સ્ત્રી કે ઘરની જુવાન કોઇ છોકરી આવી રીતે બહાર શૌચાલય
માટે નીકળે તો કેટલુ ખરાબ કહેવાય ને દેખાય! આજે પણ ભારતમાં દશ ટકા છેડતી કે રેપના બનાવો આ જ કારણોસર બનતા હોયછે. માટે મોદી સરકારે એક ખાસ બીડું ઝડપ્યું છે કે દરેક ના ઘરે એક શૌચાલય હોવું જોઈએ છતાંય ઘણા ખરા મકાનોમાં આજ પણ એકેય શૌચાલય હોતુ નથી! અમુક વાર તો લોકો ઘરમાં શૌચાલય હોવા છતાંય બહાર જવા માટે ટેવાઇ ગયેલા હોયછે. પણ આપણે એ વાત કરવી છે કે જેની પાસે એક રૂમનું મકાન નથી તે લોકો કયાં જશે! તેને તો આવી રીતે શૌચાલયની ક્રિયા કરવા ના છુટકે બહાર જ જવુ જ પડશે! ને ખાસ તો જે લોકો ગામની બહાર રોડ ઉપર ઝુંપડા બાંધીને "ગરીબ" લોકો રહેતા હોયછે તેઓનું શું!
ખૈર, આજે તો મોદી સરકાર મકાન વિહોણાને મકાન પણ આપતી હોયછે ને જેઓની પાસે શૈચાલય નથી તેના માટે લોન પેટે કે બીજી રીતે પૈસાની સહાય પણ આપતી હોયછે જેથી કરીને તેઓ તેમના ઘરમાં એક શૈચાલય બનાવી શકે કદાચ આવનારા વરસો પછી આપણને આવી સ્થિતી જોવા પણ નહી મળે, તેવી આશા રાખી શકીએ.
અમારુ મકાન...અમારુ શૌચાલય, એ જ અમારુ અભિમાન.