ઘણા માણસોને પોતાના જીવનમાં કયારેક વધું પૈસો થઈ જવાથી એક પ્રકારનું અભિમાન આવી જતું હોયછે ત્યાર પછી સ્વભાવમાં પણ ઘણો જ બદલાવ આવી જાય છે!
સ્વાભાવિક છે કે એક સમયે તેની પાસે કંઇ પણ ના હતું ને પછી એકદમ તેના નસીબમાં પૈસાની રેલમછેલ થવા લાગે તો સ્વાભાવિક છે કે તેનો સ્વભાવ બદલાઇ જાય,
આપણે તેને ઘમંડ કહીએ છીએ પરંતુ પછી તેના નસીબમાં તે પૈસો ઝાઝો સમય ના રહે ને ફરી પાછી તે વ્યકતિ હતી ત્યાંની ત્યાં આવીને ઉભી રહે તો આપણે કમનસીબ કહી શકીએ.
ખૈર આવું તો ઘણી વ્યક્તિઓ સાથે કયારેક તેઓના જીવનમાં બનતું હોયછે આમ તો ખાનગી વ્યક્તિઓની વાતો જરા વધુ જાહેરમાં આવતી નથી પણ જે લોકો મિડીયામાં અવારનવાર આવતા હોયછે ને જયારે તેમની સાથે આમ બનતું હોય છે ત્યારે તે વાત લોક જીભે વધું ચર્ચાવા લાગે છે ને ખાસ કરીને આપણી બોલીવુડ ફિલ્મ ઇન્ડરટ્રીઝના કલાકારો સાથે
આમ બન્યુ હોય..રાજેન્દ્રકુમાર, એ કે હંગલ, લલિતા પવાર જેવા આવા ઘણા નામાંકીત કલાકારો પોતાના જીવનમાં ઘણુ જ દુ:ખ ભોગવીને ચાલ્યા ગયા છે કોઇને પૈસાનું દુ:ખ હતું, તો કોઇને ગંભીર બિમારી હતી, તો કોઇને તેમની સેવા કરનાર ના હતું!
સલમાનખાન સાથે( ફિલ્મ વિરગતિ) પોતાની પહેલી ફિલ્મ કરનાર એક ચર્ચિત અભિનેત્રીને પણ ઘણું જ દુ:ખ પડયું હતું કે જયારે તે એક સમયે ગંભીર બિમારીમાં સપડાઇને કોઇક હોસ્પીટલના ખાટલે હતી ત્યારે તેની પાસે (દવાના, હોસ્પીટલના) પૈસા ના હતા, ને જયારે આ વાત સલમાનભાઇના કાને પડી ત્યારે તેને તુરંત હોસ્પિટલનો દરેક ખર્ચ લગભગ દશ દિવસનો તેને તાબડતોડ મોકલી આપેલો!
હાલ તો આ અભિનેત્રી સાજીસમી થઈ ગઈ છે પરંતું હાલ તેની પાસે ફિલ્મનું કોઇ કામ નથી તેથી આજ પણ તે પૈસાના અભાવે હેરાન થાયછે છતાંય તે હિંમત નથી હારતી તેને આશા છે કે એક દિવસ તો જરુર તેને કામ મળશે પરંતું તે કામ કયારે મળશે! તે કહી શકાય નહીં માટે તેની આશાએ વધુ આમ બેસી રહેવુ તે પણ આવા મોંઘવારીના સમયમાં પોષાય નહીં તેથી તેને હમણાં કામચલાઉ એક નવો જ બિઝનેસ પોતાના ઘેર ચાલુ કર્યો છે તે છે "ટીફીન સર્વિસનો"
કહેવાનો મતલબ એજ છે કે આવા ફીલ્મી કલાકારોને એક ફિલ્મમાં કામ કરવાના લાખો રુપીયા મળતા હોયછે પણ કયારેક એક સમય એવો પણ આવી જતો હોયછે કે બેંકમાં રહેલા લાખો રુપિયાનું બેલેન્સ કયારેક ઝીરો પણ થઇ જતુ હોયછે. સમય કોનો કયારે પલટી મારીને બદલાઇ જાય તે કોઇ નથી જાણતું, બધું જ નસીબના ખેલ સમાન હોયછે આજે આપણી પાસે કંઇક છે તો કાલે તે આપણી પાસે ના પણ હોય! માટે કોઇ દિ ઘમંડ કરવું નહીં. જે છે તેમાં જ સંતોષ માણવો.
જે કંઈ છે તે આપણું જ છે પરંતું કયાં સુધી! જયાં સુધી આપણી જીંદગી છે ત્યાં સુધી..કાયમ માટે તો નથી જ. આજે બધુ આપણું છે તો કાલે બધું કોઇ બીજાનું હશે.