જીવન આપણું કયારે સમાપ્ત થઈ જશે તે આપણને કયાંથી ખબર હોય!
માણસ જયારે સવારે સુઇને ઉઠે છે ત્યારે તે એમ સમજે છે કે હાશ જાન બચી લાખો પાયે! જાણે તેને એમ કે મરણ રાત્રે જ આવતું હોયછે! પણ એવું કયારેય હોતું કે થતું નથી મરણ દરેકનું કયારેય પણ આવી શકેછે ચાહે રાત હોય કે દિવસ! તેને સમય સાથે કોઇ જ લેવા દેવા હોતી નથી માણસ સાજોસમો હોય કે બિમાર પડીને ખાટલે સુતો હોય પણ જવાનું છે એક દિન દરેક ને હોયછે કોઇ
નાની ઉંમરે ચાલ્યુ જાયછે તો કોઇ મોટી ઉંમરે ચાલ્યુ જાયછે પણ દરેક ને ગમેત્યારે તો એક જ રસ્તે જવાનું છે તે છે વૈકુંઠ ધામ...જયાં પ્રભુ સિવાય કોઇ જ આપણુ હોતું નથી.
સુરત શહેરમાં હમણાં બે જ દિવસ ઉપર એક બનેલો બનાવ છે એક કોલેજમાં ભણતી છોકરી, ને હાલ ચાલી રહેલ પરીક્ષાને લીધે તે તેના પહેલા પેપર માટે તેના પપ્પા સાથે સ્કુટી ઉપર બેસીને કોલેજ ગઇ હતી..કદાચ તેના પપ્પાને છોકરીની પરીક્ષા હોવાને લીધે થોડીક લાગણી ઉભરાઇ હોય તેથી બંન્ને સ્કુટી ઉપર બેસીને કોલેજે ગયા હતા પણ બીજા દિવસે એટલે બીજા પેપર વખતે છોકરીએ જરાક જીદ કરી તેના પપ્પાને કે પપ્પા આજે તમે મને
કોલેજ મુકવા ના આવો પણ હું પોતેજ સ્કુટી ચલાવીને ચાલી જઇશ, પણ આ બાબતે પપ્પાની ના હોવા છતાંય છોકરીએ જીદ કરી માટે છેવટે તેના પપ્પાએ નાછુટકે પછી હા પાડી કે વાંધો નહી બેટા પણ સ્કુટી જરાક સાચવીને ચલાવજે તેવી એક બે સલાહ આપી ને પછી છોકરી તેની સ્કુટી લઇ ને કોલેજ પેપર આપવા એકલી
ચાલી નીકળી પણ તે દિવસે કુદરતને
કંઇક અલગ કરવાનો વિચાર હોય તેમ તેની પાછળ ફુલ સ્પીડે શેરડી ભરેલી એક ટ્રક આવી રહી હતી તે કદાચ છોકરીને ખબર હોય કે નહી પરંતુ તે ટ્રકની એક ટક્કર સ્કુટી ને વાગવાથી છોકરીની સ્કુટીનું સ્ટિયરીંગ ફરી ગયું ને પછી તરત છોકરી સ્કુટી સાથે રોડ ઉપર જઇને નીચે પડી પણ તેનું નસીબ જરાક ખરાબ હશે કે તે દુર પડવાને બદલે તેજ ટ્રકની નજીકમાં જ પડી તેથી તે ટ્રકના આગળના વ્હીલની નીચે જતી તો તે બચી ગઇ પરંતું ટ્રકના પાછળના વ્હીલ તેને ના બચાવી શકયા તેથી પાછળ વ્હીલ તેના શરીર ઉપર રહીને આગળ વધી ગયા જેથી તેનું સ્થળ ઉપર જ મરણ થઈ ગયું.
કયારેક આમ પણ થતું જ હોયછે માટે મે ઉપરની પંક્તિઓમાં જણાવ્યું કે કોનું કયારે મોત આવી જાય તે કોઇ જ જાણતું નથી. ટુકમાં આપણી જીંદગી આપણી જ છે તેથી તેને સાચવવી પણ આપણી જ ફરજ ને જવાબદારી હોયછે. છેલ્લે આપણે તેને એક ભાવભીની શ્રધ્ધાજલી આપીએ?