માણસ આજે કોઇ પણ કામ કરેછે શાના માટે! પોતાના પરિવાર માટે કે જેથી પોતાનું તેમજ પોતાના પરિવારનું પેટ ભરી શકે, ચાહે તે ગમે તે કામ હોય પછી તે ખેતરે કામ કરતો હોય કે શાકભાજીનો ધંધો કરતો હોય કે તૈયાર રેડીમેડ કપડાં વેચતો હોય...
પણ જેને આખી જીંદગી સરકારી નોકરી કરી હોય ને તેના રિટાયરના સમયે જે કંઇ તેને મળ્યુ હોય તે પૈસા પણ તેની ખરી મહેનત જ કહેવાય
આવી જ રીતે એક બેનને સરકાર તરફથી મળેલ નોકરીના પૈસા બેંકમાં ઉપાડવા ગયા હતા ને જરુરી પૈસા ઉપાડીને તેઓ પરત પોતાના ઘરે ફરતા હતા તો રસ્તામાં કંઇક તેમને થાક લાગ્યો હોય તેવો અનુભવ થવા લાગ્યો, ઉમર એટલી
બધી ઝાઝી ના હતી બેન થોડાક સશક્ત પણ હતા કદાચ થાકનું કારણ ના પણ હોય કદાચ પોતાની પાસે પૈસાનું જોખમ હોવાને
કારણે કદાચ થોડોક સમય બેસવાની તેમની ઈચ્છા મનમાં થઈ આવી હોય! બસ આમ રસ્તામાં આવતી કોઇ દુકાનના ઓટલે ઘડીક વાર (હાશ કરવા) બેઠા હતા બસ એવામાં જ એક સ્પીડી બાઇક તેમની આગળ આવીને ઉભી રહી આ જોઇને ઓટલે બેઠેલા બેન થોડાક ગભરાયા..ને વિચારવા લાગ્યા કે આ નઠારોઓને કદાચ મારી પાસે પૈસા છે તેની જાણ
તો નહીં થઈ હોયને! બેન તો જાણે તેમની પાસે કંઇજ નથી તેમ બેસી રહ્યા એમોનો પાછળ બેઠેલો એક બાઇક સવાર નીચે ઉતર્યો ને ઉતરીને
સીધો દુકાનમાં જઇને કોઇ ચીજનો ભાવ પુછવા લાગ્યો જયારે બાઇક ચલાવનાર આગળનો શખ્સ પોતાની બાઇકનું સ્ટેયરીંગ પકડીને બેસી રહયો હતો પણ કોઇ જાણતું ના હતું કે તે ખરેખર રેડી કંડીશનમાં હતો મતલબ તેને પહેલેથી જ પોતાની બાઇક ફસ્ટ ગીયરમાં મુકી જ દીધી હતી ફકત બાઇકનો કલ્ચ જ છોડવાનો બાકી હતો..પછી જેવો પેલો બીજો શખ્સ દુકનમાથી નીચે ઉતર્યો તરત પેલા બેઠેલા બેનના ખોળામાં દબાવી રાખેલ પૈસાની થેલી ઓચકીને ને તરત બાઇકની પાછળની સીટમાં સડસડાટ બેસી ગયો જેવો તે બેઠો તરત પેલા ભાઇએ પોતાની બાઇકનો કલ્ચ છોડી દીધો..પછી શું થયું! અરે ભાઇ શું થતું હોય..!
"બાઇક હવા સે બાતે કરને લગી" અરે યાર જે દરેક સમયે થતુ હોય તેવું જ થાય..ને, બાઇક આગળ ને પેલા બેન પાછળ, પકડો ભાઇ પકડો ચોર..ચોર, પેલા બાઇકવાળા મારી થેલી લઇને ભાગ્યા...
બેને તો બાઇક પાછળ દોટ મુકી પણ બાઇક પકડાય ખરી ! થોડેક દુર જઇને તેઓ થાકી ગયા ને ગયા સીધા નજીકના પોલીસ સ્ટેશને, ફરિયાદ લખાવવા..ફરિયાદ આપી દીધી ને તપાસ પણ ચાલું થઈ ગઇ..પણ જો તેઓ ગમે ત્યારે પકડાશે પણ તેમના ગયેલા પૈસા પરત નહી આવે, માટે જ..
આપણી સલામતી આપણે જ રાખવાની હોયછે, સમય બહુજ ખરાબ છે..પૈસાની જરૂર દરેક ને છે.