શાહી ખૂટશે કલમ ટુટશે,
જીવનનાં સ્વાસ ખૂટશે.
ચિતાએ આ કાયા ચડશે,
રાખ તારી પવને ઉડશે.
દશ દિવસ શોક કરશે,
બારમે મીઠાઈ જમશે.
તેરમે તને યાદ કરશે,
વર્ષે પાછો ભુલી જશે.
નર હજી સમય તારી પાસે,
ભજી લે ભગવાન ને હોસે.
નહીં તો જીવન એળે જશે,
સમય ગયાં પછી પછતાશે.
નારાણજી જાડેજા
"નર"
ગઢશીશા