રોજની જેમ,
આજેય હું રાત્રે ટહેલવા નીકળી,
પવનની લહેરખી આવી,
કઇક ખખડ્યું.
મારી નજર પડી,
બાજુ પર પડેલાં,
સુકા પર્ણો પર
મે જોયુ, ફરી ચાલવા માંડ્યું.
ત્યા ફરી ખખડ્યું ને,
મારા પગ પર આવી બેઠું,
મને લાગ્યું કે,તે કરગયુઁ,
'મને,લઇ લો ને,
કહે, નથી મારુ રૂપ, નથી રંગ,ગંધ,
છતાં હું અનુભવ નો અંશ.'
ને મારી નજર તેના ઠરી ગઇ.