શબ્દો શબ્દોમાં ખેલાયેલ યુદ્ધ નો આ અંજામ છે,
મેં મહેફિલ ભરી છે એકલતાની, યાદોના જામ છે.
મારા એક અતિતના પ્રસંગને મેં લખ્યો કાગળ પર,
એને વાહમાં ન ખર્ચો, ઘણા મોટા એના દામ છે.
આ ભાગતી બધી લાશોને જોઈ હસવું આવે છે,
છે પરાધીન આ દિલ એને ક્યાં ક્યાંય આરામ છે.
એના મીઠા શબ્દો સાંભળી તમે ન તોલો ન્યાયને,
ઉછેરે છે કોયલના ઈંડા, એ કાગડો બદનામ છે.
"મનોજ" એમ આ શૈયા પણ કાયમ માટે ન સુવે,
હતા દુનિયાથી જુદા અમે, તો આ કોનું કામ છે?
મનોજ સંતોકી માનસ