ટુટી ને બસ , વિખરાઈ જવું છે,
એક તણખલું,પરખાઈ જવું છે;
હોંશ માં ક્યાં છે, માંગે છે પ્રેમ,
સ્વરૂપ માં સહજ , શાંત થવું છે;
ઉલ્ફતની રીત છે અટપટી અહીં,
ચટપટી દિલમાં વગાડતાં જવું છે;
મારી પહેચાન છે જ ક્યાં , જગત,
કલ્પના માત્ર સ્વપ્ન સ્વરૂપ થવું છે;
છે હયાતિ હકીકત માં, તો આનંદ,
દિલ્લગી દસ્તુરની, તસલ્લી થવું છે;