Gujarati Quote in Motivational by Vishal Muliya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ કરવા માટે સૌથી મોટા બરાડા પાડતું પક્ષી: વ્હાઈટ બેલબર્ડ



સામાન્યતઃ પ્રેમની વાતો જયારે પ્રેમી પંખીડાઓ કરતા હોય ત્યારે તકેદારી રાખે કે બીજા સાંભળી ન જાય. કદાચ કોઈ સાંભળે તો પણ મોટે -મોટેથી બરાડા તો ન જ પાડે. પણ એમેઝોનના જંગલમાં મળી આવતું નર વ્હાઈટ બેલબર્ડ આ બાબતમાં કઈંક અંશે જુદું પડે છે.

અવાજની તીવ્રતાને ડેસીબલમાં મપાય. આપણે જ્યારે બૂમ પાડીએ તે બૂમ વધીને ૯૦ ડેસીબલની હોય અને જેટ પ્લેનનો અવાજ સામાન્યતઃ ૧૨૫ ડેસીબલ હોય.

નર વ્હાઈટ બેલબર્ડ જ્યારે પ્રણય માટે માદાને બોલાવે ત્યારે તેનો અવાજ લગભગ ૧૨૫ ડેસીબલ સુધી પહોંચી જતો હોય છે. ખૂબ દૂરથી સાંભળો તો પણ કાનમાં ધાક પાડીને દુઃખાવો પેદા કરે તેવા આ અવાજવાળા (પ્રણય ગીત)ને નર માદા પાસે જઈ ને રજૂ કરે! બરાબર કાન પાસે ૧૨૫ ડેસીબલનો અવાજ માદા કેમ ખમી શકતી હશે, તે તો ભગવાન જાણે. હજી બિચારા વૈજ્ઞાનિકને કશુંજ સમજાતું નથી.

૨૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ થયેલ આ સંશોધન પર બનેલ scientoon તમારા માટે હાજર છે.

Gujarati Motivational by Vishal Muliya : 111276069
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now