Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફફડાવી પાંખો,નિશ્ચય સાર કરી લે,
મનમાં વિશ્વાસ તું ' ય ધરાર કરી લે;

બહિરંગ જીવન છે, શૂન્યનું  સર્જન,
અંતરંગ શૂન્ય માં,તું એકરાર કરી લે;

તૃષ્ણાની તલવાર, લટકાવી રા ખીને,
ભોક્તા વૃત્તિનો , તું હવે ભાર હરી લે;

મફતમાં મળતું નથી, કર્મબીજ ન્યાયે,
કર્મ નિષ્કામ  ભાવે,   તું પ્યાર કરી લે;

આનંદ સ્વરૂપથી, અજાણ છે માટે જ,
સમાહિત ચિત્તે વિરામ, તું યાર કરી લે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111275487
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now