ધૂળ...
ધૂળ ખંખેરતા આજ
ચરખાની તકલી પરથી
તૂટ્યો સૂતરનો તાંતણો
જરા અવાજે પોકાર્યા સૂત્રો..!
સૂત્ર નીકળતા તે સમયે
ઉભા થઈ જતા ...
જવાન ને કિસાન ત્યાં..
અમર પટો રહ્યો નામનો..!
ફૂલહાર ચઢ્યા સમાધીએ
નેતા બધા ભેગા થયા ને
નેત્રો બંધ કરી બન્યા ...
ક્ષણભર *વૈષ્ણવજન*.
બાપુ ને શાસ્ત્રી ની ..
જન્મદિવસની તિથિ...
પૂછી બેઠો પેલો બાળ
શું થશે હવે *આગળ*?
ફરી ધૂળ ખંખેરાશે
પુણ્યતિથિએ ફૂલ ચઢશે.
નેતાઓની રાહ જોતા
બાળ બધા થાકશે ને..!
આહ !ધૂળની નીકળશે!
ઉડતા ધૂળમાં ...!
વંન્દેમાતરમ..જયહિંદ
જયભારતના નાદ ઉડશે..!
જયશ્રી પટેલ
૨/૧૦/૧૯