દીકરી ની વિદાય
દીકરી ને વિદાય આપીને. આંખો માં આંસુ સાથે પિતા પાંછા ફર્યા. સામે ઘરનો નવો માલીક સ્ટેમ્પ લઈ ને ઉભો જ હતો સહી કરાવીને કહ્યું દીકરી ના લગ્ન માટે તો ઘર વેચ્યું હવે ક્યાં રહેશો? પિતા નિશબ્દ ઉભા હતા.
ત્રીજા જ દિવસે દિકરી રડતી રડતી આવી .કહ્યું પપ્પા તેઓ દહેજ માં ગાડી માંગે છે. ગાડી લીધા સિવાય પાંછા ફરવાની ના પાડી છે. પિતાએ દિકરી ના માથે હાથ ફેરવ્યો અને બીજા દિવસે ગાડી લાવી આપી. દીકરી ખુશ થતા ગાડી લઇ ઘરે ગઈ..
પત્ની એ કહ્યું ઘર વેચી લગ્ન કર્યા હવે થોડાક વધેલા પૈસા થી ગાડી લાવી આપી અને હજુ વધુ દહેજ ની માગણી કરશે તો? પિતાએ રડતા રડતા કહ્યું બીજી કિડની છે હજુ......